LAC પર તણાવ વચ્ચે આ મહિને 3 વાર PM મોદી અને શી જિનપિંગ થશે `આમને સામને`
લદાખ (Ladakh) માં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીન (China) ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) નો આ મહિને ત્રણવાર દુનિયાના અલગ અલગ અને મહત્વપૂર્ણ મંચો પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આમનો સામનો થઈ શકે છે. શાંઘાઈ શીખરવાર્તાથી આ મુલાકાતોની સિલસિલો શરૂ થશે. 10 નવેમ્બરના રોજ SCO ના મંચ પર મુલાકાત અપેક્ષિત છે. જ્યારે 17 નવેમ્બરની બ્રિક્સ શિખરવાર્તા દરમિયાન બંને નેતાઓ આમને સામને જોવા મળશે. સૌથી છેલ્લે 21થી 22 નવેમ્બર સુધી ચાલનારી G20 Summit માં પણ ભારતીય પીએમ અને ચીની રાષ્ટ્રપતિનો આમનો સામનો થઈ શકે છે.
નવી દિલ્હી: લદાખ (Ladakh) માં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીન (China) ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) નો આ મહિને ત્રણવાર દુનિયાના અલગ અલગ અને મહત્વપૂર્ણ મંચો પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આમનો સામનો થઈ શકે છે. શાંઘાઈ શીખરવાર્તાથી આ મુલાકાતોની સિલસિલો શરૂ થશે. 10 નવેમ્બરના રોજ SCO ના મંચ પર મુલાકાત અપેક્ષિત છે. જ્યારે 17 નવેમ્બરની બ્રિક્સ શિખરવાર્તા દરમિયાન બંને નેતાઓ આમને સામને જોવા મળશે. સૌથી છેલ્લે 21થી 22 નવેમ્બર સુધી ચાલનારી G20 Summit માં પણ ભારતીય પીએમ અને ચીની રાષ્ટ્રપતિનો આમનો સામનો થઈ શકે છે.
રશિયા બ્રિક્સ અને SCO સમિટ દરમિયાન આયોજનની અધ્યક્ષતા કરશે. જ્યારે G-20 સમિટની શરૂઆત રિયાધ તરફથી કરાશે.
સરહદ પર તણાવ વચ્ચે પહેલીવાર મળશે
સરહદ પર તણાવ બાદ પહેલીવાર એવું બનશે કે બંને નેતાઓ સામ સામે જોવા મળશે. 15 જૂનની ગલવાનની ઘટના બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. નોંધનીય છે કે ત્યારે દેશના 20 જવાનો શહીદ થયા હતા પરંતુ ચીનને પણ મોટું નુકસાન થયું હતું. જો કે તેણે આજ સુધી ગલવાનમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા છૂપાવી રાખી છે.
સરદારસાહેબ કોંગ્રેસ પાર્ટીના હતા કે નહીં?, છતાં તેમની જયંતી પર સ્મરણ સુદ્ધા ન કર્યું: PM મોદી
ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ છે. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આ વખતે તમામ આયોજન વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરબે મહામારીને પહોંચી વળવા માટે સંયુક્ત રીતે જી20ની સાથે કામ કરવાની જાહેરાત કરી હતી.
સમિટનો મહિનો છે નવેમ્બર
SCO, BRICS, અને G-20 ઉપરાંત આ મહિને 13થી 15 નવેમ્બર વચ્ચે આસિયાન વર્ચ્યુઅલ સમિટનું પણ આયોજન થશે. આ બાજુ SCOના સહયોગી દેશો 30 નવેમ્બરના રોજ મુલાકાત કરશે. આસિયાનની અધ્યક્ષતા વિયેતનામ કરશે. જ્યારે SCOની મેજબાની ભારત દ્વારા કરાશે અને તેના પ્રોટોકોલ મુજબ પાકિસ્તાન અને ચીનને પણ આમંત્રણ અપાશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube